ગુજરાતી સાહિત્ય પરિષદ
વાર્તા રે વાર્તા (ઓનલાઈન કાર્યક્રમ)
 
28-3-2021 ના રોજથી વાર્તા રે વાર્તા શીર્ષકથી ઓનલાઈન કાર્યક્રમનું આયોજન કર્યું. આ ઝૂમ કાર્યક્રમનું સંચાલન શ્રી નરેશ કાપડિયાએ કર્યું. જેમાં વાર્તાકાર યોગેશ જોષી અને કુમાર જૈમિની શાસ્ત્રીની વાર્તાઓનું કર્ણપ્રિય પઠન શ્રી નરેશ કાપડિયા અને શ્રી યામિની વ્યાસે કર્યું. ઘણા રસિક મિત્રોએ આ ઝૂમ કાર્યક્રમનો લાભ લીધો.
18-4-2021 ના રોજ વાર્તા રે વાર્તા શ્રેણી અંતર્ગત શ્રેણીનો બીજો ઓનલાઈન કાર્યક્રમ યોજાયો હતો. જેમા વાર્તાકાર રાકેશ દેસાઈ અને નવનીત જાનીની વાર્તાઓનું પઠન યામિની વ્યાસ અને નરેશ કાપડિયાએ કર્યું.
16-5-2021 ના રોજ વાર્તા રે વાર્તા શ્રેણી અંતર્ગત વાર્તાકાર શ્રી ભારતી રાણે અને શ્રી દીવાન ઠાકોરની વાર્તાઓનું પઠન શ્રી યામિની વ્યાસ અને શ્રી પ્રજ્ઞા વશીએ કર્યું.
13-6-2021 ના રોજ વાર્તા રે વાર્તા શ્રેણી અંતર્ગત પ્રો. વિજય શાસ્ત્રી અને શ્રીમતી લત્તા હિરાણીની વાર્તાઓનું પઠન શ્રીમતી યામિની વ્યાસ અને શ્રી નરેશ કાપડિયાએ કર્યું. વાર્તાપઠન પછી વાર્તાકારોએ પોતાની કેફિયત રજૂ કરી.
11-7-2001 ના રોજ વાર્તા રે વાર્તા શ્રેણી અંતર્ગત શ્રી અરુણિકા દરુ અને શ્રી બકુલ દવેની વાર્તાઓનું પઠન શ્રીમતી યામિની વ્યાસ અને શ્રી નરેશ કાપડિયાએ કર્યું.
8-8-2021 ના રોજ વાર્તા રે વાર્તા શ્રેણી અંતર્ગત શ્રી કંદર્પ દેસાઈ અને શ્રી પ્રફુલ્લ દેસાઈની વાર્તાઓનું પઠન ક્રમશઃ શ્રી યામિની વ્યાસ અને શ્રી નરેશ કાપડિયાએ કર્યું. બન્ને સર્જકોએ પોતાની કેફિયત રજૂ કરી.
9-9-2021 ના રોજ વાર્તા રે વાર્તા શ્રેણી અંતર્ગત શ્રી દક્ષા વ્યાસ અને શ્રી કિરીટ દૂધાતની વાર્તાઓનું પઠન ક્રમશઃ શ્રી યામિની વ્યાસ અને શ્રી નરેશ કાપડિયાએ કર્યું હતું.